

About Me
- જનકભાઇ અરવિંદભાઇ પટેલનો જ્ન્મ ૦૩ ઓક્ટોબરના રોજ મુળ સુરત જીલ્લાના ચોર્યાસી તાલુકાના ખંભાસલા ગામના વતની અરવિંદભાઇ માણેકલાલ પટેલ અને હંસાબેન અરવિંદભાઇ પટેલના ઘરે થયો હતો.
- પોતાના અભ્યાસના પ્રથમ ૧ થી ૧૨ ધોરણ વલ્લભ આશ્રમ, કિલ્લા પારડીમાં ભણ્યા. ત્યારબાદ ડીપ્લોમાં ઇન કેમિકલ એન્જિનીયરીંગ એ.આઇ.એસ.એસ.એમ.પી.એસ. પોલીટેકનિક કોલેજથી પૂર્ણ કર્યુ.
- બાળપણમાં તેઓ મહાન રાષ્ટ્ર્વાદીઓના જીવનચરિત્રો દ્રારા પ્રેરણા લેતા, આ પ્રેરણાથી તેમણે માતૃભૂમિની સેવા અને દેશની પ્રગતિમાં ફાળો આપવાની કલ્પના પણ કરી હતી.
- તે પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્ર્વાદી વિચારધારાથી પ્રેરીત હતા. પોતાનો અભ્યાસ પુર્ણ કર્યા બાદ ઈ.સ ૨૦૦૫ ની સાલમાં ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકે જોડાયા. આ પગલું એમના જીવનનો એવો નિર્ણય હતો કે જેણે એમના જીવનને હંમેશા માટે બદલી નાખ્યું. એમના જીવનનો એક જ મંત્ર થયો હતો કે “મારે મારા દેશ અને મારે સમાજ માટે જ કરવું છે”.
- એમની આ ધગસ અને મહેનતથી ઇ.સ. ૨૦૦૫ની ચુંટણીમા ખંભાસલા ગોજા બુથ પર બુથ એજન્ટની ભુમિકા ભજવી.




























































































































































