About Me
- જનકભાઇ અરવિંદભાઇ પટેલનો જ્ન્મ ૦૩ ઓક્ટોબરના રોજ મુળ સુરત જીલ્લાના ચોર્યાસી તાલુકાના ખંભાસલા ગામના વતની અરવિંદભાઇ માણેકલાલ પટેલ અને હંસાબેન અરવિંદભાઇ પટેલના ઘરે થયો હતો.
- પોતાના અભ્યાસના પ્રથમ ૧ થી ૧૨ ધોરણ વલ્લભ આશ્રમ, કિલ્લા પારડીમાં ભણ્યા. ત્યારબાદ ડીપ્લોમાં ઇન કેમિકલ એન્જિનીયરીંગ એ.આઇ.એસ.એસ.એમ.પી.એસ. પોલીટેકનિક કોલેજથી પૂર્ણ કર્યુ.
- બાળપણમાં તેઓ મહાન રાષ્ટ્ર્વાદીઓના જીવનચરિત્રો દ્રારા પ્રેરણા લેતા, આ પ્રેરણાથી તેમણે માતૃભૂમિની સેવા અને દેશની પ્રગતિમાં ફાળો આપવાની કલ્પના પણ કરી હતી.
- તે પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્ર્વાદી વિચારધારાથી પ્રેરીત હતા. પોતાનો અભ્યાસ પુર્ણ કર્યા બાદ ઈ.સ ૨૦૦૫ ની સાલમાં ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકે જોડાયા. આ પગલું એમના જીવનનો એવો નિર્ણય હતો કે જેણે એમના જીવનને હંમેશા માટે બદલી નાખ્યું. એમના જીવનનો એક જ મંત્ર થયો હતો કે “મારે મારા દેશ અને મારે સમાજ માટે જ કરવું છે”.
- એમની આ ધગસ અને મહેનતથી ઇ.સ. ૨૦૦૫ની ચુંટણીમા ખંભાસલા ગોજા બુથ પર બુથ એજન્ટની ભુમિકા ભજવી.
- ઇ.સ. ૨૦૦૭ની વિધાનસભા ચુંટણીમા ખંભાસલા ગોજા બુથ એજન્ટની ભુમિકા ભજવી.
- ઇ.સ.૨૦૦૯માં યોજાયેલી લોકસભાની ચુંટણીમાં તેમણે ઉમેદવાર શ્રી રિતેષભાઇ વસાવા માટે ચોર્યાસી તાલુકાને લાગતા ગામે ગામે જઇને પ્રચાર કર્યો.
- ઇ.સ. ૨૦૧૧ થી ૨૦૧૬ દરમિયાન ખંભાસલા ગોજા ગૃપ પંચાયત બિનહરીફ સભ્ય તરીકે વરણી થઇ.
- વ્યવસાયમાં વર્ષ-૨૦૧૨ થી ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીસ સાથે સંકળાયેલ છે.
- ઇ.સ. ૨૦૧૬ થી ૨૦૨૧ ખંભાસલા ગોજા ગૃપ પંચાયતમાં સરપંચ તરીકે ભૂમિકા ભજવી.
- ઇ.સ. ૨૦૧૮નું વર્ષ તેમના માટે ઘણું મહત્વનું સાબિત થયું હતું. ઇ.સ. ૨૦૧૮માં જનકભાઇ અરવિંદભાઇ પટેલની નિમણૂંક સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના કારોબારી સભ્ય તરીકે કરવામાં આવી.
- ઇ.સ. ૨૦૧૮માં જનકભાઇ અરવિંદભાઇ પટેલની નિમણૂંક ચોર્યાસી તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠનના મંત્રી બન્યા.
- વર્ષ-૨૦૨૧ થી હાલ મહિલા સીટ હોવાથી એમના ધર્મ-પત્ની સારિકાબેન જનકભાઇ પટેલ સરપંચ તરીકે તેમજ બીજા સાત સભ્ય બિનહરીફ ચૂંટાયેલ છે.
- ઇ.સ. ૨૦૨૨ થી સુરત જિલ્લાના ચરોતરીયા લેઉઆ પાટીદાર સમાજ કે જેમની લગ્નની વાડી સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ગંગાધરા(કારેલી) ખાતે આવેલ છે. જેમાં કારોબારી સભ્ય તરીકેની જવાબદારી નિભાવે છે.